મોરબીના લીલાપર ગામની સીમ પાસે આવેલ રફાળેશ્વર ગામથી લીલાપર જવાના રસ્તા પર દેશી દારૂની જ ભઠ્ઠી પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના લીલાપર ગામની સીમ પાસે આવેલ રફાળેશ્વર થી લીલાપર જવાના રસ્તે મચ્છુ નદીના પુલની નીચે રેડ કરવામાં આવી હતી જ્યારે પોલીસને સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની સામગ્રી મળી આવી હતી ઉપરાંત સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ગરમ આથો, ઠંડો આથો, પ્લાસ્ટિકના બેરલ, કચરાનું બેરલ, કેફી પ્રવાહી, પછી ને લગતા અલગ અલગ સાધનો ટીમનું બકડિયું સહિત મુદ્દા માલ મળી આવ્યો તો જેની આ કિંમત આશરે 4650/- આંકી કબજે કરવામાં આવ્યો છે ઉપરાંત સ્થળ પરથી આ કામના આરોપી (૧) વિપુલભાઈ મગનભાઈ દેગામા રહે.લીલાપર(૨) નવઘણભાઈ જેઠાભાઈ દેગામા રહે લીલાપર (૩) આકાશ રમેશભાઈ છાયા રહે લીલાપર વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.